શુભારંભ ની પળે

એડિટર
Spread the love

ૐ ૐ ૐ

વિક્રમ સંવત 2078નો પ્રારંભ થઇ ચુક્યો છે.આજે 19/11/2021 ( શુક્રવાર ) કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીનો પવિત્ર દિવસ છે..સાથે સાથે શીખ ધર્મના પ્રથમ ગુરુ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જન્મજયંતિ – પ્રકાશ પર્વનો પણ શુભ દિવસ છે સર્વ પ્રથમ આપ સૌને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ. ઇષ્ટદેવ શ્રી કલોલિયા હનુમાનજી મહારાજ અને કુળદેવી શ્રી કુંતા માતાજી તથા કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીની તેમજ ભગવાન શ્રી જગન્નાથજી મહારાજની અસીમ કૃપા , મારા માતા-પિતાના આશીર્વાદથી તેમજ આપ સૌ સ્નેહીજનોની શુભકામનાથી હું આજથી મારુ પોતાનું ન્યુઝ વેબ પોર્ટલ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” તથા ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” યુ ટ્યુબ ચેનલનો શુભારંભ કરી રહ્યો છું.યોગાનુયોગ આજે મારી વ્હાલી દીકરી ચી.ઇશાનો જન્મદિવસ પણ છે અને ” દીકરી દેવો ભવ ” એ ઉક્તિને યથાર્થ કરવા તેના શુભ હસ્તે આ ન્યુઝ વેબ પોર્ટલનો શુભારંભ કરી રહ્યો છું.

પત્રકારત્વના ક્ષેત્રમાં એક દશક કરતા વધુ સમય સુધી વિવિધ અખબારો- ચેનલો- ન્યુઝ એજન્સીમાં કાર્ય કરવાનો મને મોકો મળ્યો છે…ત્યારે મિડીયાના વિવિધ મધ્યમોથી કંઇક અલગ કરવાના ધ્યેય સાથે આ વેબ પોર્ટલ શરૂ કરી રહ્યો છું.વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા મહાન ભારત દેશમાં મિડીયા એ ચોથા સ્તંભ તરીકેનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે..ત્યારે રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને સમાજના વિવિધ વિષયોને ઉજાગર કરવાના ધ્યેય સાથે ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” વેબ પોર્ટલનો પ્રારંભ કરી રહ્યો છું..દેશથી વધુ કંઈ જ નથી…રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નથી…ત્યારે આ ન્યુઝ પોર્ટલના માધ્યમથી સમાજને સતત જાગૃત કરવાનો એક નેમ છે.આ પ્રયાસમાં મારી કલમ હંમેશા સત્યના માર્ગે જ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.. આજે પ્રકાશ પર્વ છે…કલમ દ્વારા સામાજિક જીવનમાં રહેલા અંધારાઓ ઉલેચાય અને સર્વત્ર રાષ્ટ્રભક્તિનો પ્રકાશ ફેલાય તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે…મને આશા છે કે મારી કલમ થકી રાષ્ટ્રની એક નાની સરખી સેવા કરવાના મારા આ દ્રઢ સંકલ્પને આપનો સહયોગ વધુ મજબૂતાઈ આપશે.આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે વેબ પોર્ટલનું માત્ર મુર્હુત કરી રહ્યો છું..પોર્ટલ તથા યુ ટ્યુબ ચેનલ આગામી 25/11/21 ( ગુરુવાર )થી સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે..જોકે, આ પોર્ટલ તથા યુ ટ્યુબ ચેનલમાં ફક્ત રોજીંદા સમાચારો કે ઘટનાઓનું કવરેજ કરવાનો ધ્યેય નથી..પરંતુ, વાંચકમિત્રો અને દર્શકમિત્રો ને કંઈક અલગ જ વિષય આપવાનો ધ્યેય છે જેમાં રાષ્ટ્રહિત સર્વોપરી રહેશે….મને આશા છે કે મારા આ પ્રયાસમાં આપનો સહયોગ સતત મળતો રહેશે…આભાર સહ…વંદે માતરમ..ભારત માતા ની જય..

🌹

ભાવેશ.હર્ષદરાય.ત્રિવેદી
( એડિટર & ઓનર ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” )

24 thoughts on “શુભારંભ ની પળે

 1. ખૂબ ખૂબ અભિનંદન અટલ રાષ્ટ્ર ન્યૂઝ ને અને મરા વહલા મિત્રને તારી પ્રગતિ થી હું ગર્વ અનુભવી રહ્યો છું સચોટ સત્ય સાથે મન અને હૃદય થી અટલ રહી ખૂબ પ્રગતિ કર તેવી શુભકામના

 2. 🙏🏻💐જય મહાદેવ 💐🙏
  ભાઇ શ્રી ભાવેશભાઇ, તમારા આવા ઉમદા વિચારો અને પ્રવૃત્તિ થી પ્રભાવિત થયો છું. શ્રી કલોલીયા હનુમાન દાદા તમને તમારા શુભ કાર્ય માં સફળ બનાવે તેવી પ્રાર્થના. રાષ્ટ્રીય હિતના કાર્યોમાં સદૈવ “અટલ રાષ્ટ્ર ન્યૂઝ” સાથે છીએ.

 3. દીકરી ઈશા ને જન્મદિવસની શુભેચ્છાઓ.
  તમારું ન્યુઝ પોર્ટલ આંતરરાષ્ટ્રીય બને અને વૈશ્વિક સ્તરે તમારા દરેક ન્યુઝ ની નોંધ લેવાય એવી મારી શુભેચ્છા.

 4. અટલ વિશ્વાસ સાથે આપ આગળ ને આગળ વધો તેવી મંગલ શુભ કામનાઓ….
  સુનીલ પરજીયા
  સુરત
  9727743487

 5. અભિનંદન.
  આપ રાષ્ટ્રપ્રેમ ને રગોમાં વહાવો છો, રાષ્ટ્રભક્તિ સર્વોપરી સમજી કર્ત્યનિષ્ઠા પૂર્વક કરેલા કાર્યોનો સાક્ષી રહ્યો છું.મારા પરમ મિત્રનું નવું સોપાન પ્રગતિ કરશે જ તેવો વિશ્વાસ છે. પ્રચાર માધ્યમો લોકશાહીનો આધાર સ્તંભ છે,આપના વેબ પોર્ટલ થી રાષ્ટ્ર નિમાર્ણ નું અવિરત કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા પાઠવું છું.

  1. ખુબ ખુબ આભાર મિત્ર, તમારા પ્રતિભાવથી મારુ મનોબળ વધુ દ્રઢ બન્યું છે

 6. નમસ્કાર,
  પ્રથમ તો આપ રાષ્ટ્રના નિર્માણ માં સહભાગી બની અટલ રાષ્ટ્ર ની ભાવના સહ આપ આગળ વધી રહ્યા છો એ જાણી આનંદ થયો અને આપ ઉત્તરોત્તર પ્રગતિ સાધી આગળ વધો એવી શુભેચ્છાઓ..

  વિજય જોશી
  માતૃભૂમિ મીડિયા

 7. Congratulations
  ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું,
  હંમેશા સત્યની સાથે રહો,
  બેસ્ટ ઓફ લક, મહેશ ઠાકર અમદાવાદ,
  School of Jurnalism, Navjivan

 8. ભાવેશભાઈ અત્યાર સુધી વિવિધ ન્યુઝ સંસ્થાઓમાં કામ કરી આપે આપનું અને આપની સલાહ લેનારા પત્રકારોને સહયોગ કરીને અલગ જ અનુભૂતિ કરાવી છે..અને હવે આપ પોતાની સંસ્થા સ્થાપિત કરી આગળ વધી અને લોકોને સારા સમાચારો પ્રસારિત કરી લોકોને વધુથી વધુ માહિતગાર કરો એવી અમોને ખાત્રી છે.. અને આપ આજ ગૌરવ લઈ શકો એવું અમોને દિલથી લાગી રહ્યું છે… જય ભારત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *