સુરત, 23 નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ બુધવારના રોજ સાંજે 5 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી 5;25 વાગ્યે વનિતાવિશ્રામ ખાતે આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં રાજ્યનું સૌથી મોટું સ્નેહમિલન હોઈને તે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.બીજેપીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સુરત મહાનગર ખાતે યોજાનાર આ નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ પ્રસંગે ભાજપા ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેન્દ્ર તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે . આ પ્રસંગે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત સૌને વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે .આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી 8 :15 વાગ્યે સુરતના ઝાંપાબજાર ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબની શુભેચ્છા મુલાકાત લેશે. રાત્રે 8;45 વાગ્યે વેસુના બલર હાઉસમાં અધ્યાત્મનગરી ખાતે આયોજિત જૈનસમાજના દીક્ષા મહોત્સવ અંતર્ગત દીક્ષાર્થીઓના વધામણાંના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓ સુરત એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.
પ્રદેશ પ્રમુખ પાટિલના ગઢમાં આયોજિત આ સ્નેહમિલનમાં અંદાજે 30થી 50 હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે સંભાવના છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ પદાધિકારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.રાજકીય વિશ્લેષકોની પણ આ સમારોહ પર રહેશે. હાલ તો સુરત શહેરમાં આયોજિત આ સમારોહને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત