સુરત,26 નવેમ્બર : 26મી નવેમ્બરને બંધારણ દિવસ નિમિત્તે ડાંગ ભાજપ દ્વારા ‘ સંવિધાન ગૌરવ યાત્રા ‘ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયા સેલના સહ કન્વીનર દીપિકા ચાવડાના અધ્યક્ષ સ્થાને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કરી વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
ડો બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં ભારતનું બંધારણ તૈયાર કરી. તા.26 નવેમ્બર 1949 માં રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015 થી દર વર્ષે 26 નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ડાંગ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આહવા નગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા નગરના વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે સભાનું આયોજન કરી સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંગઠન પ્રભારી પ્રફુલ પાનસેરિયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ડો આંબેડકરે સંવિધાન થી લોકોને ગર્વભેર જીવન આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયા સેલના સહ કન્વીનર દીપિકા ચાવડા એ સ્થાનિક આદિવાસી બોલીમાં જણાવ્યું હતું કે ડો બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં સામાન્ય નાગરિકોના હક્ક,સુવિધાઓ,અને અધિકારો માટે કરેલી જોગવાઈથી આજે સૌ ગર્વભેર જીવી રહ્યા છે. તેમણે ઉપસ્થિત લોકોને સંવિધાન પ્રત્યે સંકલ્પ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે આ વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઘણા સમય પછી આહવા ખાતે આવ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ, ઉપસ્થિત ગ્રામજનોને શુભકામના પાઠવી હતી. સંવિધાન ગૌરવ યાત્રાની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસમાં દેશ સમૃદ્ધ હોઈ સોને કી ચીડિયા ગણાતો હતો.1857 થી આઝાદી સુધી સંવિધાન માટે લડાઈ સંગ્રામ ખેલાયો ,જેમાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ જીવ ગુમાવ્યાં, આઝાદી માટે લડવૈયાઓ માટે દરેક કોમના આગેવાનોએ મહત્વનો યોગદાન આપ્યું હતું.આઝાદી ના સંગ્રામમાં આદિવાસી યોદ્ધાઓ એ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી,જેને ભૂતકાળની કોંગ્રેસ સરકારે યોદ્ધાઓની શુરવીરતા યાદ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી,આવા શુરવીર આદિવાસીને યાદ કરી તેની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે. દેશનું ગૌરવંતુ સંવિધાન લખવા ડો. બાબા સાહેબ આંબેડકરના કારણે વંચિતો ,કચડાયેલા સમાજ માનભેર જીવવા અધિકારો મળ્યા છે. જેથી તેમની સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરી ધન્યતા અનુભવી છે.આ કાર્યક્રમ માં સંગઠન પ્રભારી પ્રફૂલ પાનસેરિયા,ધારાસભ્ય વિજય પટેલ તેમજ સંગઠનના વિવિધ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત