સુરત, 25 નવેમ્બર : ભરૂચમાં નવનિર્મિત જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનું લોકાર્પણ રાજ્યના મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર ના કાયદા વિભાગ હસ્તકના ચેરીટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના આ નવનિર્મિત કચેરીના લોકાર્પણથી હવે નાગરિકોને તેમના કાર્યમાં સરળતા રહેશે.
ભરૂચ ના કણબીવગા ખાતે લોકાર્પિત આ કચેરીના લોકાર્પણ આવશે મંત્રી ત્રિવેદીએ ટ્રસ્ટનું નવનિર્મિત મકાન સીનીયર સીટીઝનને ધ્યાનમાં રાખી ભોંયતળીયે કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટી શીપ એ ભારત દેશમાં વર્ષો પુરાણી પરંપરા હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને સંસદસભ્ય મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, મંત્રી નિશાંત મોદી સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત