સુરત, 26 નવેમ્બર : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 નવેમ્બર 2015ના દિનથી આ દિવસને ” સંવિધાન દિવસ ” તરીકે ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના અનુસુચિત જાતિ મોરચા દ્વારા 26, નવેમ્બર 2021ના રોજ રીંગરોડ ખાતે સવારે 9;30 કલાકે ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ગુજરાત રાજ્ય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવી, ગુજરાત રાજ્ય શહેર વિકાસ મંત્રી વિનોદ મોરડીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનુસુચિત જાતિ મોરચો તથા કાર્યક્રમના મુખ્ય વક્તા આદરણીય જીવરાજ ચૌહાણ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને “પુષ્પાંજલિ” અર્પણ કરી હતી. ત્યારબાદ “સંવિધાન ગૌરવ યાત્રા” સ્વરૂપે વિશાળ બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો ઉપરથી નીકળી ઠેર-ઠેર જગ્યાએ “સંવિધાન ગૌરવ યાત્રા”નુ ફુલહાર તથા ગુલાબના પુષ્પોથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સૈયદપુરા વરીયાવી બજાર નવી ચાલ થઇ પોલીસ ચોકી પાસે યાત્રાનુ સમાપન કરી ત્યા વિશાળ જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી-સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલી બોઘાવાલા,ધારાસભ્યો,સંગઠનના વિવિધ પદાધિકારીઓ, ભાઈઓ-બહેનો તથા વિશાળ સંખ્યામાં સૌ નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત