સુરત : ઓલપાડના આડમોર ગામે નિ:શુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત , 26 નવેમ્બર : ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ વિવિધ રોગોનું નિદાન અને ઉપચાર થઈ શકે તેમજ તેઓ સ્વાસ્થ્ય અંગે સજાગ રહે એ હેતુથી ઓલપાડ તાલુકાના આડમોર ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા “ નિ:શુલ્ક સર્વરોગ આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ ” યોજાયો હતો. જેમાં 330 લાભાર્થી ગ્રામજનોને આંખ, દાંત, હાડકા, ચામડી, સ્ત્રી રોગ તેમજ જનરલ ફિઝિશિયન જેવા વિવિધ વિભાગમાં નિષ્ણાત તબીબોના નિદાન અને સારવાર, દવાનો લાભ લીધો હતો. આંખોના દર્દીઓની તપાસ કરી જરૂર જણાય તો ગ્રામજનોને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.
સમગ્ર કેમ્પ દરમ્યાન ડૉક્ટર દ્વારા નિ:શુલ્ક આરોગ્યની તપાસની સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અભિષેક સુખવાલ, તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશ પટેલ, સરપંચ બળવંત પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી અદાણી ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવીને ભવિષ્યમાં પણ આવી શિબિરોનું આયોજન કરી ગ્રામજનોના આરોગ્યની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *