સુરત, 26 નવેમ્બર : સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીના વડપણ હેઠળ પલસાણા તાલુકા પંચાયત ખાતે કોરોના બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આર.સી.એચ.ઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભારતના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે પલસાણા તાલુકા પંચાયત હોલમાં સર્વે અધિકારીઓએ આજ રોજ ‘સંવિધાન દિવસ’ ના શપથ પણ ગ્રહણ કર્યા હતા.
કોરોનાના કપરાકાળમાં સૌ ડોકટરો, અધિકારીઓએ સાથે મળીને મળેલી કરેલી કામગીરીને બિરદાવીને આગામી સમયમાં પણ સંભવિત ત્રીજી લહેરમાં પૂરતા તકેદારીના પગલા લેવા માટેના જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે તાલુકામાં પી.એચ.સી. અને સી.એચ.સી.માં ડોકટર, નર્સિંગ સ્ટાફની સ્થિતિ, ઓકિસજન ટેન્ક, પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડની સંખ્યા, એમ્બ્યુલન્સ વાન બાબતેની વિગતવાર માહિતી મેળવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત