સુરત , 27 નવેમ્બર : કોરોના કાળ બાદ પ.પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ભાગવત સપ્તાહ નિમિતે ભાવનગરમાં પ્રથમ વાર આવી રહ્યા છે, ત્યારે નવ યુવાનોને માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી તારીખ 28-11-૨૦૨૧, રવિવારના રોજ સાંજે 4:45 થી 6:30 કલાકે, સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ, ભાવનગર ખાતે યુવા સંગોષ્ઠી નું આયોજન કરવામાં આવેલ છે.
વર્તમાન સમયમાં યુવાનો મુખ્યત્વે ત્રણ સમસ્યાઓનો સામનો કરે છે. જીવનમાં ધ્યેયનો અભાવ, બીજું તેમને ઇશ્વર પ્રત્યે ઓછી શ્રદ્ધા અને આત્મવિશ્વાસની કમી..સ્વામી વિવેકાનંદજીએ હંમેશા યુવાશક્તિ પર પૂરો ભરોસો કર્યો છે ત્યારે આજના યુવાનોને પ્રેરણા મળે તે માટે થઈને આયોજિત કરેલ આ યુવાસંગોષ્ઠી કાર્યક્રમનો ભાવનગરના યુવાનો મોટા પ્રમાણમાં લાભ લે તેવો સંગોષ્ઠીના આયોજકો મહેન્દ્ર ત્રિવેદી, વરિષ્ટ આગેવાન ગીરીશ શાહ તેમજ શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાએ આગ્રહભેર અનુરોધ કર્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત