સુરત, 27 નવેમ્બર : સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં શનિવારે સવારે ઓઇલ લીકેજના કારણે આગ લાગી હતી.જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 15 ગાડીઓ ત્વરિત ગતિએ ઘટના સ્થળે પહોંચી હતી.જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગી હોઈને સાદા પાણીથી આગ કંટ્રોલ કરવી મુશ્કેલ હતી. આથી,ફાયર વિભાગે સતત 2 કલાક સુધી ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.ફાયરના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ મિલમાં બોઇલર પાસે કામ ચાલતું હતું તે દરમિયાન ઓઇલ લીકેજ થયું અને તેના કારણે ત્યાં રહેલા કેમિકલમાં આગ લાગી હતી અને આ આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે,સદભાગ્યે સુરત : પાંડેસરા જીઆઇડીસી રાણી સતી મિલમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી કોઈ જાનહાની થઇ ન હતી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.આગ એટલી ભીષણ હતી કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાયા હતા.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ આ ડાઇંગ મિલ ત્રણ દિવસથી બંધ હતી.આ મિલ પણ 30 વર્ષ કરતા વધુ જૂની છે.જોકે, મિલમાં ફાયરના સાધનો હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. શનિવારે બોઇલર પાસે રીપેરીંગ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા આગ લાગી હતી. ઘટના સ્થળે સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ પહોંચ્યા હતા અને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો.આ આગ પર કાબુ મેળવવા શહેરના ફાયર વિભાગની મોટા ભાગની ટિમો સત્વરે પહોંચી હતી.આગ ભભૂકી ઊઠતાં આ વિસ્તારના લોકોમાં દોડધામ મચી હતી.આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં.ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત