સુરતમાં સંયમના માર્ગે આગળ વધી એક સાથે 75 મુમુક્ષુઓએ કરી દીક્ષા ગ્રહણ

સ્થાનિક
Spread the love

સુરત, 29 નવેમ્બર : મોહ માયાથી ભરેલી જિંદગીને છોડીને સાંસારિક જીવનનો ત્યાગ કરી આધ્યાત્મના માર્ગે નીકળવું અતિ કઠિન છે.જૈન ધર્મમાં સંયમના માર્ગે આગળ વધીને સંસારનો મોહ ત્યાગી દીક્ષા ગ્રહણ કરવાનું અનેરું મહત્વ છે.ત્યારે, સમગ્ર દેશમાં સુરત શહેર દીક્ષા ગ્રહણ કરવાના મામલે પણ અગ્રેસર છે. સોમવારે સુરત શહેરના વેસુ સ્થિત નિર્માણ કરવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક સાથે મહિલા, પુરુષો અને બાળકો મળીને કુલ 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી.આ ઐતિહાસિક ક્ષણનું સુરત સાક્ષી બન્યું હતું. આ આધ્યાત્મ નગરીમાં છેલ્લા પાંચ દિવસથી હર્ષોલ્લાસ સાથે આધ્યત્મિક વાતાવરણમાં દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો હતો. આજે સોમવારે આ મહોત્સવના અંત સુધીમાં લાખો લોકોએ આ આધ્યાત્મ નગરીની મુલાકાત લીધી હતી. આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિતના 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી છે.
સોમવારે વહેલી સવારે 4:41 મિનિટે ગુરુ ભગવંતો અને મુમુક્ષુઓ દીક્ષા મંડપમાં પ્રવેશ્યા હતા.જ્યાં તેઓના નવા નામકરણ અને અન્ય વિધિઓ કરવામાં આવી હતી.કેશ લુંચનની વિધિ વખતે અનેરા સર્જાયા હતા.હજારો લોકોએ આ વિધિને નિહાળી ધન્યતા અનુભવી હતી.આ દીક્ષા લેનારાઓમાં યુવાન વય ધરાવતા, ઉચ્ચ શિક્ષિત લાયકાત ધરાવનારા, અતિ સુંદર તેમજ અતિ આર્થિક સુખી લોકોનો સમાવેશ થાય છે.આપણે ત્યાં કહેવાયું છે ને કે મનનો માંયલો એક વાર વૈરાગ્યની રાહ પકડે ત્યારે દુનિયાના કોઈ સુખ તેને રોકી શકતા નથી.કઇંક આ ઉક્તિ સુરતમાં 75 મુમુક્ષુની દીક્ષા ગ્રહણ પ્રંસંગે યથાર્થ સાબિત થઇ રહી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *