સુરત : અડાજણના ગુરુકૃપા વિદ્યાલયમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ” સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 29 નવેમ્બર : વિશ્વના વિવિધ દેશોના બંધારણ પૈકી આપણા ભારતના બંધારણને શ્રેષ્ઠતમ બંધારણ કહેવામાં આવે છે.વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં બંધારણથી મોટું કોઈ જ નથી.આ શ્રેષ્ઠતમ બંધારણથી દેશના નાગરિકોને માહિતગાર કરવા માટે પ્રતિ વર્ષ 26 નવેમ્બરના દિવસને ” સંવિધાન દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે.ભરતીય જનતા પાર્ટી દ્વારા 26મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં આ ” સંવિધાન દિવસ” ની ઉજવણી ના ભાગરૂપે સંવિધાન ગૌરવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અભિયાન અંતર્ગત સોમવારે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતી મોરચા ઘ્વારા સુરત શહેરના અડાજણ સ્થિત પાલનપોર ખાતે આવેલી ગુરુકૃપા વિદ્યાલયમાં ” સંવિધાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુરત શહેર ભાજપ દ્વારા બંધારણ વીષય પર ગોષ્ઠી અને પ્રશ્નમંચ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા દક્ષિણ ગુજરાત મીડિયા વિભાગના સહ કન્વીનર એડવોકેટ દીપિકા ચાવડાએ મુખ્ય વક્તા તરીકે સૌને બંધારણ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરસેવક કૃણાલ સેલરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે બંધારણ વિષયક એક પ્રશ્ન મંચ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં, વિદ્યાર્થીઓને પ્રશ્ન પેપરો આપી સ્પર્ધા કરવામાં આવી હતી. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ 1થી 3 ક્રમાંક પ્રાપ્ત કરશે તેમને આગામી 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ વડનગર ખાતે અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ઘ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઇનામોં આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.સોમવારે ગુરુકૃપા વિદ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતી મોરચાના શહેર પ્રમુખ હેમંતકુમાર ભગત, વોર્ડ પ્રમુખ નટુભાઈ, શાળા સંચાલક વિજય પટેલ, નિલેશભાઈ, ટ્રસ્ટીઓ, વિવિધ પદાધિકારીઓ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *