સુરત, 29 નવેમ્બર (હિ.સ.) શ્રી યુવા રાણા સમાજ મહિલા ફોરમ ‘ના ઉપક્રમે ધારાસભ્ય અરવિંદ રાણાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સુરત ખાતે રાણા સમાજનાં મધ્યસ્થ કાર્યાલય, સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સુરત રાણા સમાજ વિવિધ વિસ્તારમાં પથરાયેલો હોવાથી રાણા સમાજે એક સાથે અલગઅલગ 6 વિસ્તારમાં શ્રી સુરત રાણા સમાજનાં નેજા હેઠળ સર્વ સમાજને લાભ મળે એ હેતુથી આયોજિત આ કેમ્પ સિકોત્રા માતાની વાડી ખાતે આગામી 15 દિવસ સુધી સવારે10થી સાંજે 4 કલાક સુધી શરૂ રહેશે. આ 6 કેમ્પમાં કોટસફીલ રોડ, ભાગળ મધ્યસ્થ કાર્યાલય, રાણા સમાજ સુરત બેગમપુરા શ્રી બોડામુખી સંતપંથ મંદિર રાણા શેરી, ઉધના મગદલ્લા રોડ, શ્રી શનિદેવ મંદિર, સોમનાથ સોસાયટી, સુરત. ખટોદરાશ્રી જાગનાથ મહાદેવ મંદિર, જાગનાથ સોસાયટી, સુરત. ભાઠેના શ્રી સિધ્ધિ વિનાયક મંદિર,શિવ-શંકર સોસાયટી, માન દરવાજા “બી-ટેનામેન્ટ” રાજકોટ નાગરિક બેંકની પાછળ, માન દરવાજા ખાતે આયોજન કરાયું છે.સોમવારે આયોજિત આ કેમ્પમાં શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં રાણા સમાજનાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રાણા, સમાજ પ્રમુખ કંચનલાલ ચપડિયા, નવિન જરીવાલા, કોર્પોરેટર નરેશ રાણા, વિવિધ અગ્રણી હોદે્દારો તેમજ સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત