સુરત : સ્વર્ણિમ ગજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આંગણવાડીના ભૂલકાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરાઈ

સુરત : સ્વર્ણિમ ગજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા 2021ના વર્ષ ની વિદાય તેમજ નવી આશા ને ઉમંગ સાથે નવા 2022ના વર્ષને આવકારવાના ઉમંગ સાથે ઉત્રાણ આંગણવાડી ના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલા દ્વારા 96મી વાર રક્તદાન કરીને નવા વર્ષ ની ઉજવણી કરી હતી આ કાર્યક્રમની વિગત આપતા બિરલાએ જણાવ્યું હતું કે […]

Continue Reading

સુરત માહિતી કચેરીના અધિક્ષક વયનિવૃત્ત થતા ભાવભર્યું વિદાયમાન અપાયું

સુરત, 31 ડિસેમ્બર : પ્રાદેશિક માહિતી કચેરી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ચૌધરીની 38 વર્ષની સુદીર્ઘ સેવા બાદ વયનિવૃત્ત થતા તેમને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટાફ પરિવાર દ્વારા તેમના દીર્ધઆયુ અને નિવૃત્ત બાદના જીવનમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ચૌધરી રાજય સરકારના માહિતી ખાતામાં વર્ષ- 1984માં […]

Continue Reading

નવા વર્ષના મંગલ પ્રારંભે સુરતવાસીઓને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે

સુરત, 31 ડિસેમ્બર : રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.૧લી જાન્યુ.એ સવારે ૮.૩૦ વાગે સુરત એરપોર્ટ પરથી રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો ઉડ્ડયનમંત્રી પૂર્ણેશભાઈ મોદી, કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ તથા સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં […]

Continue Reading

સુરતમાં કોરોનાની સેન્ચ્યુરી : શહેર-જિલ્લામાં 101 કોરોના ગ્રસ્ત

સુરત, 31 ડિસેમ્બર : સમગ્ર દેશ દુનિયામાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે.બિન સત્તાવાર રીતે કહીએ તો દેશભરમાં ત્રીજી લહેર એ ટકોરા મારી દીધા છે. ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના અને તેના નવા વેરિયેન્ટ ઓમીક્રોનના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા ઓમીક્રોનના 16 દર્દીઓના ઉમેરા સાથે કુલ […]

Continue Reading

સુરત : ભાજપાના ” નદી ઉત્સવ ” બાદ હવે કોંગ્રેસ ઉજવશે ” ખાડી મહોત્સવ “…!!!

સુરત, 31 ડિસેમ્બર : ગત દિવસોમાં સમગ્ર રાજ્યમાં વર્તમાન ભાજપા સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિતના શહેરમાં ” નદી ઉત્સવ ” ઉજવવામાં આવ્યો હતો. સુરત શહેર ખાતે તાપી મૈયાના પૂજન અર્ચન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ” નદી ઉત્સવ ” અને અન્ય ઉત્સવો ભાજપ સરકાર પ્રજાની પરસેવાની કમાણીમાંથી કરે છે અને તાયફાઓ કરે […]

Continue Reading

સુરત જિલ્લાની 78 સમરસ થયેલી ગ્રામ પંચાયતોને 416 લાખના ચેક અર્પણ કરાયા

સુરત, 31 ડિસેમ્બર : ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયની જન્મજયંતિને અનુલક્ષીને સુશાસન સપ્તાહની ઉજવણી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજરોજ બારડોલી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પટેલના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન, મિશન મગલમ, ઉજજ્વલા યોજનાના લાભાર્થીઓને સહાય […]

Continue Reading

સુરત : કાપડ પરનો જીએસટી વધારો મોકૂફ રાખવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ

સુરત, 31 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ્ટાઇલ અને ફૂટવેર ઉદ્યોગ પર આગામી 1 જાન્યુઆરીથી 12 જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેને લઈને આ બન્ને ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોમાં ભારે વિરોધના સુર ઉઠ્યા હતા. ખાસ કરીને સમગ્ર વિશ્વમાં સૌથી મોટા પાયે નિકાસ કરતા સુરત શહેરના કાપડ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓએ કાપડ પરના 5 ટકા […]

Continue Reading

સુરત : મોટી સંખ્યામાં ભાજપામાં જોડાઈ યુવાનોએ કેસરિયો ધારણ કર્યો

સુરત, 30 ડિસેમ્બર : આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ ની વિશેષ ઉપસ્થિતિમાં અને મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ ભાવિન ટોપીવાલા ના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોના 350થી વધુ યુવાનોને વિસ્તારક યોજના અન્વયે પ્રારંભાયેલ #BJYMYuvaMitra અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી માં પંડિત દિન દયાલ ભવન ભાજપ કાર્યાલય ખાતે જોડવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરત મહાનગર […]

Continue Reading

બારડોલીના ભામૈયા ગામે આયુર્વેદિક દવાખાનાની સાંસદે લીધી મુલાકાત

સુરત, 30 ડિસેમ્બર : સાંસદ પ્રભુ વસાવાએ બારડોલી તાલુકાના ભામૈયા ગામે આવેલા આયુર્વેદ દવાખાનાની જાત મુલાકાત કરી હતી, તેમણે ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદિક દવા ઉત્પાદન, નિઃશુલ્ક ઔષધ વિતરણ અને દર્દીઓની સારવાર નિહાળી હતી. આ ઉપરાંત તબીબી અધિકારી ડો.પિયૂષ પટેલ તેમજ કર્મચારીઓ પાસેથી સુવિદ્યાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આયુર્વેદિક સારવાર કરતાં […]

Continue Reading

યુવાનોને રોજગારી પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે : મુકેશ પટેલ

સુરત, 30 ડિસેમ્બર : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સો દિવસમાં સો કાર્યો પૂર્ણ કરવાના રોડમેપ હેઠળ રોજગારને પ્રાથમિકતા અપાઈ છે.સુરત ખાતેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ યુવાઓને રોજગાર નિમણુંકપત્રો, એન્ટરપ્રાઈઝ કરાર પત્રો અને ઇ-શ્રમ […]

Continue Reading