સુરત, 1 ડિસેમ્બર : ’ આઝાદી કા અમૃત મહોત્સવ ’ અંતર્ગત ડો.એસ.એસ.ગાંધી એન્જિ. કોલેજ ખાતે NSS સેલ દ્વારા ‘યુવા સંકલ્પ- શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ’ થીમ આધારિત ‘નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ’ વિષય પર વેબિનાર યોજાયો હતો.વેબિનારમાં પ્રતિબંધ અને આબકારી અધિક્ષક જિજ્ઞેશ એસ. તન્નાએ દેશમાં નશાબંધીની જરૂરિયાત, દારૂ, તમાકુ, ડ્રગ્સના સેવનથી આરોગ્ય તથા વ્યક્તિની સામાજિક સ્થિતિને થતા નુકસાન, નશા અને વ્યસનથી રાષ્ટ્રીય નુકસાન તેમજ નશાબંધી જાગૃતિ અંગે માહિતી આપી હતી. સામાજિક કાર્યકર રૂપલ શાહ દ્વારા દેશમાં કુરિવાજ નિવારણની જરૂરિયાત, ‘બેટી બચાવો, બેટી પઢાવો’નું મહત્વ, દિકરા અને દિકરીઓના જન્મનાં પ્રમાણમાં તફાવત દૂર થાય, ભૃણહત્યા અટકાવવા જનજાગૃત્તિ, દિકરીઓના લગ્નપ્રસંગની દહેજપ્રથા નાબૂદી જેવા વિષયો પર રોચક માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ એન.એ.સાંગાણીના માર્ગદર્શન હેઠળ વેબિનારનું આયોજન અને સંચાલન ડી.સી.રાજપુત અને ભૂમિકા શાહ દ્વારા કરાયું હતું. જેમાં શહેરના એન્જિનિયરો, કોલેજના પ્રોફેસરો તથા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત