સુરત,1 ડિસેમ્બર : 3 ડિસેમ્બર- વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સમાજ સુરક્ષા કચેરી,સુરત તથા સુરત સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 36 અને 37 , આશાપુરા માતાના મંદિર સામે, કોમ્યુનિટી હોલ પાસે, સગરામપુરા, ઉધના દરવાજા ખાતે 3જી ડિસેમ્બરના રોજ સવારે 10થી 6 વાગ્યા સુધી દિવ્યાંગો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. જેમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તબીબી તપાસ હાથ ધરી મેડિકલ સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવશે. તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કેમ્પના સ્થળે સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓ તથા યુડીઆઇડી કાર્ડના ફોર્મ ભરી શકાશે. જેથી આ કેમ્પનો વધુમાં વધુ દિવ્યાંગો લાભ લેવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સુરતએ અપીલ કરી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત