મુંબઈ, 2 ડિસેમ્બર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુંબઈની મુલાકાતે ગયા છે.જ્યાં તેઓએ ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ અને વિદેશી રાષ્ટ્રોના કોન્સ્યુલેટસ તેમજ ડેલિગેટસ સાથે ઇન્ટરેક્ટીવ મીટ યોજી હતી.
આ મીટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં અઢી દાયકામાં રાજ્યની પોલિટીકલ સ્ટેબિલીટી, ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલપમેન્ટનું એનવાયરમેન્ટ મહત્વના બન્યા છે.કોઇ પણ રાષ્ટ્ર-રાજ્યના વિકાસ માટે પોલિટીકલ સ્ટેબિલીટી અને જનસેવા તથા વિકાસ માટેની પ્રતિબદ્ધતા મહત્વના હોય છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સિમાચિન્હો પાર કર્યા છે નરેન્દ્ર મોદીએ 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી ત્યારે દેશ અને દુનિયા માટે આ એક નવતર પ્રયોગ હતો.આજે ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ આ વાયબ્રન્ટ સમિટ બની ગઇ છે. પહેલાં વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ, તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન-મંથન પણ થાય છે. નેટવર્કીંગ અને નોલેજ શેરીંગ પણ થાય છે.
તેમણે કહ્યું કે, આ ઇવેન્ટના માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતે વર્લ્ડક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. આ જ વિરાસતને આગળ ધપાવી ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨નું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ 130 કરોડ દેશવાસીઓના આગવા વિકાસ માટે આત્મનિર્ભર ભારતનું જે વિઝન અપનાવ્યું છે તેને પરિપૂર્ણ કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબધ્ધતાથી કર્તવ્યરત છે.આગામી વાઇબ્રન્ટ સમિટની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીએ મુંબઇના અગ્રણી ઊદ્યોગકારો અને ડેલિગેટ્સ સમક્ષ ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીનું વિસ્તૃત વિવરણ આપતાં જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઊદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ડિજીટલ નેટવર્ક, ઈમર્જીંગ ટેક્નોલોજી, ફિનટેક, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન, ઈ-વ્હીકલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ એક્સ્ચેન્જ, એક્સ્પોર્ટ, ટુરિઝમ અને ફાઈનાન્સીયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની ગુજરાત સરકારની નેમ છે.પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતે કરેલા નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસની વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, મેક ઈન ઈન્ડિયા સહિતની અનેક પહેલથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગુજરાત આ બધી પહેલમાં લીડ લઇને આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતના મંત્રથી મક્કમતાથી આગળ વધ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત સર્વસમાવેશક, સર્વગ્રાહી વિકાસ માટેની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ધરાવે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગોને અનૂકૂળ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી, ઇ-વ્હીકલ પોલીસી, સોલાર પોલીસી જેવી વિવિધ પોલીસીઓથી ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવાં આતુર છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઇન્ટરેક્શન મિટમાં ઉપસ્થિત ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયૂશન્સ, ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ગુજરાતના ગિફટ સિટીમાં રોકાણો અને બિઝનેશ માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું
મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગકારો ને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ’ ની વિકાસયાત્રામાં સહભાગી બનવા તેમજ જાન્યુઆરી-2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્ય સચિવ પંકજકુમારે વાયબ્રન્ટ સમિટ-2022આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના વિઝનને સુસંગત થીમ સાથે યોજાઇ રહી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ધોલેરા SIR, ગિફટ સિટી જેવા વિશાળકાય પ્રોજકેટ રાજ્યના વિકાસના ચાલકબળ છે. સાથોસાથ 33 લાખ જેટલા MSME પણ અર્થતંત્રના બેકર્બોન છે તેમ ઉમેર્યુ હતું.
મંત્રી કનુ દેસાઈ એ ગુજરાતના વિકાસ મોડેલ ને હવે દેશ અને દુનિયા ના લોકોએ સફળતાના આગવા મોડેલ તરીકે સ્વીકાર્યું છે તેની ભૂમિકા પ્રાસંગિક પ્રવચનમાં આપી હતી.ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ તેમજ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રેઝન્ટેશન દ્વારા પ્રસ્તુત કરી હતી. આ ઇન્ટરેક્ટીવ મીટમાં ઊદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઊદ્યોગ સંચાલકો ડેલિગેટ્સ પણ જોડાયા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત
CM Gujarat,
We wish VG 2022 a grand gala success,