સુરત, 2 ડિસેમ્બર : મહાવિદ્યાલય તરુણીવિભાગ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, સુરત મહાનગર દ્વારા શુક્રવારે કાર્તિક વદ ચતુર્દશી તિથિ અનુસાર રાણી લક્ષ્મીબાઈ ની જન્મ જયંતી તેમજ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે મે ભી લક્ષ્મી નામક ટુ વ્હીલર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 300થી વધારે વિવિધ કોલેજની તરૂણી તેમજ સામાજિક દેશભક્ત કાર્યકર્તા બહેનો જોડાનાર છે. જેનો ઉદ્દેશ્ય મહિલાઓ નેતૃત્વ સાથે દેશભક્તિ અને મેં રહું યા ના રહું ભારત યે રહેના ચાહિયે એવો ભાવ દેશ માટે હંમેશા રહે તે હેતુથી રેલીનું આયોજન કારગીલચોકથી શાસ્ત્રીનગર મેદાન ઉધના સુધી રહેશે. બપોરે સાડા ત્રણ કલાક કે દંડ અને સ્વરક્ષા ના પ્રયોગો નું પ્રદર્શન કારગીલચોક થી થશે. આ રેલીનો ડ્રેસ કોડ મહારાષ્ટ્ર સાડી, પાઘડી અને નથ માં બહેનો સજ્જ હશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત