સુરત, 6 ડિસેમ્બર : દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરત દ્વારા જિલ્લામાં વસવાટ કરતા શહીદ સૈનિકોના ધર્મપત્નીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં કુલ 96 શહીદ સૈનિકોના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચેરીના અધિકારીશ્રી દિપકકુમારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સમાજસેવી વસંત ગજેરા, કનુ કોટડીયા તેમજ કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત