સુરત : શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 6 ડિસેમ્બર : ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે સોમવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

     6 ડિસેમ્બર, સોમવારના રોજ બપોરે 2:30 કલાકે " પંડિત દીનદયાલ ભવન ", ભાજપ કાર્યાલય, ઉધના ખાતેથી આ તિરંગા યાત્રાનુ દબદબાભેર પ્રસ્થાન થયું હતું. આ તિરંગા યાત્રાનું ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન થઇ વિવિધ રૂટ પર થઈને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ગાર્ડન, ઉધના ખાતે સમાપન કરવામાં આવ્યું હતુ. આ તિરંગા યાત્રામાં મેયર હેમાલી બોધાવાલા, સુરત મહાનગર મહિલા મોરચાના વિવિધ પદાધિકારીઓ તેમજ મહિલા મોરચાની સૌ બહેનો શુભેચ્છકો, મિત્રો સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.આ યાત્રામાં બીજેપી વોર્ડ નંબર 20 ( સગરામપુરા-ખટોદરા -મજૂરા ) વિસ્તારના મહિલા મોરચાના અગ્રણીઓ, મહિલા આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *