સુરત, 6 ડિસેમ્બર : સચિન હોમગાર્ડ યુનિટના જવાનોએ બાઈક રેલી યોજીને સચિન કનકપુરથી હજીરા હાઇવે થઈને ડુમ્મસ પહોંચી ભૂતપૂર્વ વડાપ્રધાનમોરારજી દેસાઇની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરી ડુમ્મસ સ્થિત દરિયાકિનારાની આસપાસ વિવિધ જગ્યાઓ પર સાફસફાઈ કરવામાં આવી હતી.
આ પ્રસંગે હોમગાર્ડ ઓફિસર કમાન્ડીંગ થોમસ પઠારેએ જણાવ્યું હતું કે, વર્ષ 1947માં મુંબઈ ખાતે હોમગાર્ડ યુનિટની સ્થાપના થઇ હતી. જે હેઠળ આજે 6 ડિસે- હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિતે શહેરમાં રક્તદાન, સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, ગુડ ટચ-બેટ ટચ જેવા અનેક કાર્યક્રમો જિલ્લા કમાંડર સંજય પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયા હતાં. સચિન કનકપુર ખાતે સવારે 6:30 કલાકે સરકારી ગુજરાતી સ્કૂલમાં હાજરી બાદ પરેડ, બાઇક રેલી બાદ ડુમ્મસમાં સ્વચ્છતા અભિયાનમાં યુનિટ જોડાયું હતું.હોમગાર્ડ એ જનતા,પ્રશાસન તથા પોલીસ વચ્ચેના સેતુરૂપ છે. દેશના રક્ષણ માટે જેમ લશ્કરી જવાનો હોય છે તેમ આપણા હોમગાર્ડઝનું પણ વિશેષ મહત્વ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.ઝાકિર હુસેને હોમગાર્ડઝ દળની સ્થાપના કરી હતી, અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.મોરારજીદેસાઇએ હોમગાર્ડમાં પ્રાણ પૂર્યા હતા. આ દળનું મુખ્ય કામ કોમી હુલ્લડ, યુદ્ધ, ચુંટણીઓ, વાવાઝોડા, રેલ, ભૂકંપ કે અન્ય આકસ્મિક આફતોના સમયે લોકોનો બચાવ કરવાનો છે.આ કાર્યક્રમમાં સચીન યુનિટ જવાનો સહિત હોમગાર્ડનાં 100 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત