સુરત, 7 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણને લઈને તખ્તો તૈયાર કરી રહી છે.જેના વિરોધમાં સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતેની બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાની બહાર કર્મચારીઓએ મંગળવારે પ્રતિક ધરણા કર્યા હતા.બેન્કોના કર્મચારીઓ દ્વારા આગામી 16 અને 17મીએ હડતાલની જાહેરાત કરી છે.મંગળવારે મોટી સંખ્યામાં કર્મચારીઓએ એકત્રિત થઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓએ બેન્કોનું ખાનગીકરણ કરીને સરકાર ઉદ્યોગપતિઓને સોંપી દેવા માંગે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.
કર્મચારીઓએ વેધક સવાલ કરતા જણાવ્યું હતું કે સરકાર જે પ્રકારે બેંકો માટે ખાનગીકરણની તૈયારી કરી રહી છે. જો તેવું થશે તો દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થશે.સરકાર માત્ર ઉદ્યોગપતિઓના લાભ માટે જ આવા નિર્ણયો કરી રહી છે. ઉદ્યોગપતિઓને આપેલા 6.45 લાખ રૂપિયા કરતાં વધારે નીકળતી લેણી રકમને પાછી કેવી રીતે મેળવવી સૌથી પેચીદો પ્રશ્ન છે.બેન્કના ખાનગીકરણની પ્રક્રિયા હાનિકારક છે.આ ખાનગીકરણથી સામાન્ય જનતાને કોઈ જ પ્રકારનો લાભ નહીં થાય.જે રીતે સામાન્ય પ્રજા પાસે બેંકોના ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યા છે.તે અસહ્ય છે.બેન્કના ખાનગીકરણનો લાભ ગણ્યા ગાંઠયા ઉદ્યોગપતિઓ લઇ જશે. સામાન્ય પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી.બેન્ક યુનિયનો છેલ્લા છ મહિનાથી સરકારને વિનંતી કરી રહી છે કે, બેંકોનું ખાનગીકરણ ન કરવામાં આવે.અમારી માંગણીને ધ્યાનમાં ન લેતા આખરે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત