નવી દિલ્હી, 8 ડિસેમ્બર : સમગ્ર દેશ માટે અતિ દુઃખદાયક કહી શકાય તેવી ઘટના બુધવારે બની હતી.જે મુજબ તમિલનાડુના કન્નૂર નજીક બપોરે ભારતીય વાયુસેનાનુ Mi-17V5 ક્રેશ થયું હતું અને તેમાં સવાર દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના નિધન થયું છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ન્યુઝ એજન્સીથી મળેલી જાણકારી મુજબ બુધવારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટર બપોરે 12:20 વાગ્યે ક્રેશ થયું હતું. ક્રેશ થયેલું આ હેલિકોપ્ટર તેના લેન્ડિંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર જ દૂર હતું.તમિલનાડુના કન્નૂરમાં ક્રેશ થયેલા આ ભારતીય વાયુસેના હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પાયલટ ગ્રૂપ-કેપ્ટન પીએસ ચૌહાણ અને સ્ક્વાડ્રન લીડર કુલદીપ સહિત 14 લોકોએ ઉડાન ભરી હતી.આ કરૂણ દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના નિધન થયા છે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટના ઘટ્યા બાદ પહેલાં સમાચાર આવ્યા હતા કૈં દુર્ઘટનામાં ઘાયલ લોકોને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.જનરલ રાવત અને તેમના પત્ની સહિત કેટલીક અધિકારી ખરાબ રીતે ઘાયલ થયા છે જેને લઈને લોકોને તેઓ અન્ય સૌ કોઈ સ્વસ્થ થશે તેવી આશા બંધાણી હતી. જોકે, બાદમાં સમાચાર આવ્યા હતા કે જનરલ રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા છે.આ દુઃખદ ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત દેશના અન્ય નેતાઓએ દુ:ખ વ્યક્ત કરી શ્રધ્દ્ધાંજલિ પાઠવી છે. આ દુઃખદ ઘટના બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.
માં ભોમની રક્ષા કાજે જેમણે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું તેવા દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના દુઃખદ અવસાનથી ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” પરિવાર ઘેરા દુઃખની લાગણી અનુભવે છે. ભારત માતાના વીર સપૂતની આ કરૂણ વિદાયથી દેશને ન પુરી પડી શકાય તેવી ખોટ પડી છે . દિવંગત ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમની ધર્મપત્ની મધુલિકા રાવત તેમજ આ દુર્ઘટનામાં શહિદ થયેલા અન્ય 11 સશસ્ત્ર દળના જવાનોના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના ..ૐ શાંતિ..શાંતિ…શાંતિ..
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત