સુરત, 9 ડિસેમ્બર : સુરત શહેરના રાંદેર ઝોનમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં ગુરુવારે લાયન્સ ક્લબની વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા મેગા મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના નામાંકિત તબીબોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓનું હેલ્થ ચેક અપ કર્યું હતું.
કોરોનાના પ્રકોપ બાદ લોકોના સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના નિવારણ હેતુ વિવિધ સંસ્થાઓએ આ મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત શહેરના રાંદેર ઝોનમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં ગુરુવારે લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુ , લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી તેમજ લાયન્સ ક્લબ ઓફ સુરત લીજેન્ડરી દ્વારા સંયુક્ત સહયોગથી એક મેગા મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત શહેરના નામાંકિત તબીબોએ વિવિધ રોગથી પીડાતા દર્દીઓનું ચેક અપ કરી તેમના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન ડો.નિર્મલ ચોરરિયા અને ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન નિશિથ કિનારીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો સિનિયર સીટીઝનો વધુને વધુ લાભ લે તેવો આયોજકોપ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં સેવા આપનારા વિવિધ તબીબો દ્વારા આ કેમ્પમાં હેલ્થ ચેક અપ માટે આવેલા તમામ સિનિયર સીટીઝનોનું દર ત્રણ મહિને નિ:શુલ્ક ચેક અપ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.જેથી સિનિયર સિટિઝનોના આરોગ્યનું સતત અપટેડ મળતું રહે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત