સુરત, 13 ડિસેમ્બર : આપણા દેશની એ કમનસીબી છે કે આપણે ત્યાં રહીને દુશ્મન દેશ પર પ્રેમ દર્શાવનારા લોકો પણ જોવા મળે છે.કઈંક એવું જ સુરત શહેરમાં જોવા મળ્યું હતું. સુરત શહેરના રિંગ રોડ પર ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામનું રેસ્ટોરન્ટ આવેલું છે.આ રેસ્ટોરન્ટના સંચાલકોએ તેના રેસ્ટોરન્ટમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવાની જાહેરાત સાથેનું મોટું બેનર લગાવી દેતા લોકોમાં ભારે રોષ છવાયો હતો.રેસ્ટોરન્ટની અગાશી પર લગાડવામાં આવેલા મસમોટા બેનરના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.જેને લઈને હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ છવાયો હતો. સુરત શહેર બજરંગદળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવી તમામ બેનર ઉતારી પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે બેનરોને સળગાવી દીધા હતા અને રેસ્ટોરન્ટના સંચાલકોને આકરી ચેતવણી આપી હતી.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગદળના અગ્રણી દેવી પ્રસાદ દુબેએ જણવ્યું હતું કે આ બેનર અંગેની જાણ થતા જ અમે કાર્યકર્તાઓ સાથે રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા. રેસ્ટોરન્ટ પર જઈને અમે જાણકારી લીધી તો માલુમ પડ્યું કે આ લોકો આપણા દુશમન દેશ પાકિસ્તાન ની વિવિધ વાનગીઓ અંગે પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવાના હતા.અમોએ અહીં લગાડેલા બેનર ઉતારીને સળગાવી દીધા હતા. દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલને કોઈ કાળે અમે ચલાવી નહીં લઈએ. અમે તેઓને ચેતવણી પણ આપી છે કે હવે આવું કરશો તો આકરો જવાબ મળશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત