સુરત,16 ડિસેમ્બર : સુરત જિલ્લાના બારડોલી તાલુકાની મોતા ગામે આવેલી એકલવ્ય રેસીડેન્સિયલ મોડેલ સ્કુલની આદિજાતિ રાજયમંત્રી નિમિષા સુથારે મુલાકાત લીધી હતી. જયાં તેમણે શાળાના સ્માર્ટ બોર્ડ, કિચન, હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તે માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીએ રસોડામાં વિદ્યાર્થીઓના ભોજન માટેના અનાજની ચકાસણી કરીને જરૂરી સુચનાઓ આપી હતી. હોસ્ટેલમાં કોઈ પણ સમસ્યા હોય તો સ્કુલ મેનેજમેન્ટ તેમજ રાજય સરકારના આદિજાતિ વિભાગનું વિના સંકોચે ધ્યાન દોરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી રચનાત્મક સુચનો અને શિક્ષણ સુવિધાઓ માટે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત