સુરત, 16 ડિસેમ્બર : ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધમાં ભારતના ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વિજયના 50 વર્ષ પૂર્ણ થતા ” સુવર્ણ જયંતિ પર્વ ” નિમિત્તે આજે 16મી ડિસેમ્બર ગુરૂવારના રોજ સવારે 10 કલાકે શહીદ સ્મારક,લેક વ્યૂ ગાર્ડન પાસે, પીપલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર સંગઠન તથા યુવા મોરચા દ્વારા માજી સૈનિકોની વિશેષ ઉપસ્થિતિમાં વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો , આ પ્રસંગે હાજર રહેલા માજી સૈનિકોને બાઇક રેલી સ્વરૂપે સન્માનપૂર્વક ભાજપ કાર્યાલય ઉધના ખાતે લાવી તેમને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું .
ઉપરોક્ત પ્રસંગે સુરત મહાનગર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં ભારતીય જનતા પાર્ટી પરીવાર વતી વીરગતિ પામેલા તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા ત્યાં ઉપસ્થિત 40 જેટલા માજી સૈનિકોને શાલ તથા શિલ્ડ આપી સન્માનિત કરી આદરપૂર્વક વંદન કર્યા હતા અને તેમની બહાદુરીને બિરદાવી હતી .
પૂર્વ સૈનિક સેવા પરિષદ ગણ,સુરત વતી મનમોહન શર્મા દ્વારા તમામ પૂર્વ સૈનિકો જેમને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો તેમના શોર્યને બિરદાવતા કહ્યું હતું કે માત્ર 13 દિવસમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા.જે ગાથા ઇતિહાસમાં અમર રહેશે. જે સૈનિકો શહીદ થયા છે તેમનું સપનું હતું અખંડ ભારતને ફરીથી બનાવવાનું તો એ દિવસો પણ હવે દુર નથી કે જ્યારે આપણો તિરંગો માત્ર પીઓકે જ નહીં પણ રાવલપિંડીમાં પણ લહેરાતો હશે અને શહીદોનું સપનું સાકાર થશે .તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅને ભારતીય જનતા પાર્ટી માટે જણાવ્યું હતું કે સૈનિકો માટે તેઓ જે કરી શકે છે તે બીજું કોઈ ના કરી શકે.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ દ્વારા મોકલાયેલ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે લોકસભાનું સત્ર ચાલુ હોવાથી તેમનાથી ઉપસ્થિત રહી શકાયું નથી પણ તેમને ગર્વ છે કે સુરત શહેરના પૂર્વ સૈનિકો , ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને નગરજનો દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જગ્યાએ આવા કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ અને તે દ્વારા લોકોમાં જાગૃતિ અને એકાત્મતા લાવવી જોઈએ .
આ કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં સવારે 11:30 કલાકે ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર કિસાન મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઝીરો બજેટ પર પ્રાકૃતિક ખેતી વિશે રાષ્ટ્રીય શિખર સંમેલનમાં સહુ કિસાન મિત્રો ને સંબોધવાના હતા. તેના virtually પ્રસારણનો કાર્યક્રમ પંડિત દીનદયાળ ભવન , સુરત ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા , મહામંત્રી કિશોર બિંદલ , કાળુભાઇ ભીમનાથ ,ધારાસભ્ય વિવેક પટેલ , ભાજપ સુરત શહેર સંગઠનના અન્ય પદાધિકારીઓ , કોર્પોરેટરો વિશાળ સંખ્યામાં અગ્રણી કાર્યકર્તાઓ,નગરજનો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત