સુરત : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 9 તાલુકાની 407 બેઠકોમાંથી 16 બેઠકો બિનહરીફ

સ્થાનિક
Spread the love

સુરત : આગામી 19મી ડિસેમ્બર રવિવારના રોજ સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાસંગ્રામમાં 9 તાલુકાની 407 બેઠકોમાંથી 16 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે 391 બેઠકો 19 ડિસેમ્બરનાં રોજ મતદારો પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટશે. 4,06,110 પુરૂષો અને3,94,205 મહિલાઓ અને અન્ય 7 એમ કુલ 8,00,322 મતદારો મત આપી 2,539 વોર્ડના સભ્યોનું ભવિષ્ય નક્કી કરશે. સુરત જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થા સાથે જળવાઈ રહે તે માટે 949 મતદાન મથકો પર 102 ચૂંટણી અધિકારીઓ, 5172 પોલિંગ સ્ટાફ અને 1659 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ઉપરાંત, સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કુલ 949 મતદાન મથકો તૈયાર કરાયા છે. જેમાં ઓલપાડમાં 30, માંડવીમાં 10, માંગરોળમાં 41 અને ઉમરપાડામાં 13 એમ કુલ 94 મતદાન મથકો અતિસંવેદનશીલ અને ચોર્યાસીમાં 28, ઓલપાડમાં 52, કામરેજમાં 15, પલસાણામાં 26, બારડોલીમાં 37, મહુવામાં 15, માંડવીમાં 23, માંગરોળમાં 33, ઉમરપાડામાં 38 એમ કુલ 267 સંવેદનશીલ તથા ચોર્યાસીમાં 24, ઓલપાડમાં 57, કામરેજમાં 118, પલસાણામાં 43, બારડોલીમાં 67, મહુવામાં 98, માંડવીમાં 112, માંગરોળમાં 46 અને ઉમરપાડામાં 23 એમ કુલ 588 સામાન્ય મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી અને મહુવા તાલુકામાં એક પણ અતિસંવેદનશીલ મથક નથી.
કોરોના સંક્રમણની રોકથામ માટે સત્તાવાર ગાઈડલાઈન્સ મુજબ મતદાન મથક પર હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક, સેનિટાઈઝર સહિતની વસ્તુઓ સાથે આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *