મુંબઈ, 20 ડિસેમ્બર : સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સ્થિતિ સતત બગડી રહી છે અને જેની સીધી અસર વિશ્વભરના બજારો પર જોવા મળી રહી છે.વૈશ્વિક બજારોમાં નબળા સંકેત મળી રહ્યા છે.વિશ્વના બજારો પર જ્યારે અસર થઇ રહી હોય તો તેમાંથી ભારતીય બજારો પણ બાકાત ન રહે તે સ્વાભાવિક છે.સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 1,189.73 પોઇન્ટ એટલે કે 2.09 ટકા કડાકા સાથે 55,822.01 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 371 પોઇન્ટ અથવા 2.18 ટકા ગગડી 16,614.20 પર બંધ રહી હતી.સોમવારે શરૂઆતની 60 સેકન્ડમાં 5.53 લાખ કરોડ માર્કેટ કેપ ઘટી ગયેલી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરીયેન્ટ ઓમીક્રોનનો વિકરાળ પંજો ધીમે ધીમે તેની અસર દેખાડી રહ્યો છે.ત્યારે, વિવિધ દેશોમાં તેની અસરો દેખાવા લાગી છે.ઓમિક્રોનના જોખમની સ્થિતિને લઈને હવે વિવિધ દેશો લોકડાઉન સહિતના પગલાઓ ભરવા લાગ્યા છે.નેધરલેન્ડએ તાજેતરમાં જ લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંજોગોમાંવૈશ્વિક અર્થતંત્ર પર અસર થાય તેવી ચિંતા ઉદભવી છે.સોમવારે સેન્સેક્સ એક તબક્કે 1879.06 પોઇન્ટ ગગડી 55,132.68 પર પહોંચી ગયો હતો.જોકે ત્યારબાદ બજારમાં નજીવા પ્રમાણમાં રિકવરી જોવા મળી હતી અને તે 1189.73 પોઇન્ટ અથવા 2.09 ટકા ગગડી 55,822.01 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 160.95 પોઇન્ટ ગગડી 16,824.25 પર ખુલી હતી અને એક તબક્કે 575 પોઇન્ટ ગગડી 16,410.20 પર આવી ગઈ ગતી. જોકે અંતિમ કલાકમાં ખરીદદારી નિકળી હતી અને આ 371 એટલે કે 2.1 ટકા ઘટી 16, 614.20 પર બંધ રહી છે. સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર સનફાર્મામાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે 29 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટિલ અને SBI 4-4% તૂટ્યો હતો. જ્યારે HDFC બેન્ક, બજાજ ફિસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એરટેલ, ટેક મહિન્દ્રા જેવા શેરમાં 3-3% ઘટાડો જોવા મળ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત