સુરત, 20 ડિસેમ્બર : 19મી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ તેમજ ઉમરપાડાના કુલ 407 ગ્રામ પંચાયતોની મતગણતરી આવતીકાલે 21મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં કુલ 407 ગ્રામ પંચાયતોના ભાવિ સરપંચો અને સભ્યોનું ભાવિ નક્કી થશે. મતગણના માટે 1808 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. કડક સુરક્ષાવ્યવસ્થા સાથે મતગણતરી કરવામાં આવશે.. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 9 મતગણતરી સ્થળોએ 92 મતગણતરી હોલની વ્યવસ્થા ઊભી કરાઈ છે. 212 મતગણતરી ટેબલ પર થનાર મતગણતરીમાં કુલ 102 ચુંટણી અધિકારી તેમજ 102 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સર્વેલન્સ કરશે. આ સાથે 868 મતગણતરી સ્ટાફ, 358 પોલીસ સ્ટાફ, 103 આરોગ્ય સ્ટાફ તેમજ વર્ગ-4ના 275 કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.
માંડવી તાલુકામાં સૌથી વધુ 75 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાઈ હતી, જેમાં 12 મતગણતરી હોલ, 12 ચુંટણી અધિકારીઓ અને 12 મદદનીશ ચૂંટણી અધિકારીઓ,90 મતગણતરી સટાફ, 60 પોલીસ સ્ટાફ, આરોગ્ય સ્ટાફના 12 સભ્યો તેમજ વર્ગ-4ના 20 કર્મચારીઓ મતગણના માટે ફરજ બજાવશે. જ્યારે ચોર્યાસી તાલુકામાં સૌથી ઓછી 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જે માટે 7 મતગણતરી હોલ, 7 ચુંટણી અધિકારીઓ અને 7 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 54 મતગણતરી સ્ટાફ , ૩૦ પોલીસ સ્ટાફ , આરોગ્ય સ્ટાફના 5 સભ્યો તેમજ વર્ગ-4ના 27 કર્મચારીઓ મતગણનાની ફરજમાં તૈનાત કરવામાં આવ્યાં છે.
અટલ રાષ્ટ્ર // ભાવેશ ત્રિવેદી // સુરત