સુરત જિલ્લામાં 391માંથી100 સરપંચ વિજેતા જાહેર : મતગણતરી જારી

સ્થાનિક
Spread the love

સુરત, 21 ડિસેમ્બર : સમગ્ર રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરીણામો અંગે આજે મંગળવારે સવારથી જ મતગણતરી શરૂ છે.ભારે ઉત્તેજના અને ઉત્કંઠા વચ્ચે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ હજુ મતગણતરીની પ્રક્રિયાઓ શરૂ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં બેલેટ પેપર વડે મતદાન થયું હોઈને મત ગણતરીની પ્રક્રિયામાં વધુ સમય લાગતો હોઈને મોડી રાત્રી સુધીમાં સંપૂર્ણ પરિણામો આવે તેવી સંભાવના છે.સુરત જિલ્લા પંચાયતની 407 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 2539 વોર્ડ સભ્યો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાલ જારી છે.સુરત જિલ્લાના 9 તાલુકાના નવ મતગણતરી વિસ્તારના 92 કેન્દ્રો પર ગણતરી માટેની વ્યવસ્થા કરાઈ છે. 212 ટેબલ પર ગણતરી માટે કુલ 1808 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરની ગણતરી શરૂ છે.અત્યાર સુધીમાં કુલ 100 સરપંચને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજુ 291 સરપંચની બેઠકનું પરિણામ આવવાનું બાકી છે.
સુરત જિલ્લાનામાંડવી તાલુકામાં સૌથી વધુ 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ચોર્યાસી તાલુકામાં સૌથી ઓછી 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.જિલ્લામાં હાલ 92 કેન્દ્રો પર ગણતરી કાર્ય શરૂ છે.આજે સવારથી જ ઉમેદવારોના સમર્થનમાં લોકોના ટોળા ગણતરી સ્થળ પર ઉમટ્યાં છે.સુરત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતના પરિણામો અંગેની સંપૂર્ણ સ્થિતિ મોડી રાત્રે સ્પષ્ટ થાય તેવી સંભાવના છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *