સુરત, 22 ડિસેમ્બર : બુલેટ ટ્રેન તેમજ વડોદરા મુંબઇ હાઇવે પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લા ના ખેડૂતોને યોગ્ય વળતર આપવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાની હેઠળ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને દિલ્હી ખાતે રજુઆત કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા હાલ સમગ્ર દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ખુબજ ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે,તેમજ સાથે નવા વડોદરા મુંબઇ હાઇવે ની કામગીરી પણ ચાલી રહી છે, આ બન્ને પ્રોજેકટ હેઠળ ખેડુતોને તેમની જમીન સંપાદન કરવામાં આવી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ ખેડૂતોની જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે.વલસાડ જિલ્લાના ખેડૂતોને યોગ્ય અને સારું વળતર મળી રહે તેવા ઉમદા આશય સાથે વલસાડ જિલ્લાના સાંસદ ડો.કે.સી.પટેલ,વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, દ્વારા આ અંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માનનીય અદયક્ષ સી.આર.પાટીલ સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ ત્વરિત ખેડૂતોના હિતમાં પાટીલ દ્વારા આ અંગે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે એમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી ખેડૂતો ના પ્રશ્નો અંગે ઝીણવટભરી ચર્ચા કરી રજૂઆતો કરી હતી. જેને પગલે આગામી દિવસોમાં ખેડતોના હિતમાં સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવશે તેવું આશ્વાસન કેન્દ્રીય મંત્રી ગડકરીએ આપ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત