સુરત, 22 ડિસેમ્બર : રાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે સુરતના આંગણે 26મી ડિસેમ્બરના રોજ રાજયકક્ષાની ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર ઓર્ગેનાઈઝેશન, રજીસ્ટ્રેશન, પાર્ટેસિપેશન, ક્રાઉડ મેનેજમેન્ટ, હાઈડ્રેશન પોઈન્ટ કમિટી જેવી વિવિધ સમિતિઓની રચના કરી કામગીરી સોપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી 26મી ડિસેમ્બરના રોજ સવારે 7 :30 વાગ્યે ભગવાન મહાવીર એજયુકેશન ફાઉન્ડેશન, વેસુ ભરથાણા, ખાતે રાજ્ય કક્ષાની ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફ્લેગ ઓફ કરાવશે. સંભવત 10 અને 30 કિ.મી.ના રૂટ નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમાં સાયકલિસ્ટોએ વધુમાં વધુ ભાગ લેવા માટે https://www.townscript.com/e/fit-india-fit-gujarat-cyclothon-223144 લીક પર રજીસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં શહેરના વિવિધ સાઈકલીંગ ગૃપો, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, જી.આઈ.ડી.સી., પોલીસ, મહાનગરપાલિકા તથા અન્ય વિભાગોના કર્મયોગીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત