સુરત, 22 ડિસેમ્બર : માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે 24મી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના 5 તાલુકામાં 9.56 કરોડના ખર્ચે કુલ 10 વિકાસકામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
મંત્રી 24મીએ સવારે 8 કલાકે ઓલપાડ તાલુકાના ડભારી ગામે 1.68 કરોડના ખર્ચે ડભારી અને ભાગીવાડીને જોડતા 2.50 કિમીનો રોડનું ખાતમુહુર્ત કરશે. તેમજ સવારે 11 કલાકે 1 કરોડના ખર્ચે સચિન વિશ્રામગૃહ, સવારે 11 :30 કલાકે ચોર્યાસી તાલુકાના વાંઝ બોણંદ રોડથી વાંઝ-ખરવાસાને જોડતો નહેર પાસેનો 75 લાખના ખર્ચે 0.80 કિમીનો રોડ, 38 લાખના ખર્ચે વાંઝ-ખરવાસા રોડ (દાંડી માર્ગ NH) થી ઈકલેરા ભાણોદરા રોડને જોડતો નહેર પાસેનો 0.50 કિમીનો રોડ, 1 કરોડના ખર્ચે વક્તાણા ગામેથી ભાટીયા નહેરથી નેશનલ હાઇવે સુધીનો 1.10 કિમીનો રોડ, 1 કરોડના ખર્ચે વકતાણા ગામ પાસે ખરવાસા ભાટીયા મેઈન રોડથી પચાસવાળી નાળનો નવા તળાવ સુધીના 1.25 કિમીના રોડનું ખાતમુહુર્ત કરશે.આ ઉપરાંત, બપોરે 12 :30 કલાકે 40 લાખના ખર્ચે બારડોલી તાલુકાના અલ્લુથી વાંકાનેરને જોડતા 1.40 કિમીનો રોડ, 40 લાખના ખર્ચે વાંકાનેરથી બમરોલીને જોડતા 1.40 કિમીનો રોડ, 60 લાખના ખર્ચે બાલ્દા પંચાયતઘરથી બેડકુવાના સીમાડાને જોડતો 2.50 કિમીનો રોડ, 35 લાખના ખર્ચે સુરાલી નાની ભટલાવથી સુરાલી ભેસુંદલા મઢીને જોડતા 1.50 કિમીના રોડ, બપોરે 3:30 કલાકે 2 કરોડના ખર્ચે માંડવી તાલુકાના ગવાછી નરેણ ઝાબ પાટીયાને જોડતા 3 કિમીના રોડનું ખાતમુહુર્ત કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત