મુંબઈ-અમદાવાદ શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવાઈ : સુરત ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

સ્થાનિક
Spread the love

સુરત, 24 ડિસેમ્બર : મુંબઈ- અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી ટ્રેન નં.12009/12030ને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી આવી છે. આ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રેલ્વેમંત્રી દર્શના જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દરરોજ અમદાવાદથી ગાંધીનગર જતા હજારો પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે. લોકોની માંગણીને ધ્યાને લઈ દક્ષિણ ગુજરાત અને સુરત ના પ્રવાસીઓ જેમા ખાસ કરીને રોજીંદા અપ-ડાઉન કરતા પ્રવાસીઓની માંગણી ને ધ્યાને લેતા 59037/59038 – (વિરાર-સુરત), 59039 (વિરાર-વલસાડ), 59040 (વાપી-વિરાર), 59045 (બાંદ્રા-વાપી) અને 59046 (વલસાડ-બાંદ્રા) ટ્રેનોને ફરીથી કાયમી દોડાવામાં આવશે તેમ જણાવ્યું હતું.

         સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી માંગણીને પુર્ણ કરવા બદલ વડાપ્રધાન તથા રેલ્વેમંત્રી ઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીને આગામી સમયમાં લોકોની માંગણી મુજબ વધુ ટ્રેનો શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ પ્રસંગે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *