સુરત, 24 ડિસેમ્બર : ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે સામુદાયિક ભવન ખાતે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની સ્મૃતિમાં દર વર્ષે ઉજવાતા રાષ્ટ્રીય કિસાન દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આડમોર, સુંવાલી, રાજગરી, જુનાગામ, દિહેણ, દામકા, વાંસવા ગામોના 83 પ્રગતિશીલ ખેડુતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના ભાવેશ ડોંડા તથા બાયફ સંસ્થાના ખેતીવાડી પ્રોજેકટના કાર્યકર્તા મહેન્દ્ર બગુલ હાજર રહ્યા હતા, જેમણે ખેતીમાં ઉપયોગી દવા, ખાતર, નોવેલ ખાતર વિતરણ અને સજીવ ખેતી વિશેની સમજ આપી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત