સુરત, 23 ડિસેમ્બર : સુરત શહેરના હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.ગત એપ્રિલ માસ દરમિયાન આ બાળકી સાથે દુષ્કર્મ આચરી આ નરાધમે તેની નિર્મમ હત્યા કરી હતી.ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતને પોલીસે દબોચી લીધો હતો અને પોક્સો એક્ટના ભંગ બદલ જેલ ભેગો કર્યો હતો.આ કેસમાં હવે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને આગામી 29મીના રોજ સજા ફટકારવામાં આવશે.
બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે ,આ નિર્દોષ બાળકી દુષ્કર્મ આચરનાર આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો છે.આ આરોપીએ અગાઉ પણ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે એ બાળકીએ ઈંટ વડે પ્રતિકાર કરતા તે બચી ગઈ હતી.જયારે શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી સાથે આ આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે.જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરી છે.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ કેસની કાર્યવાહીમાં પાંચ જ મુદ્દતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદપક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો છે.કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકારપક્ષની દલીલો પુરી થતાં કોર્ટે સંભવિત ચુકાદો આગામી 29મી ડિસેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત