આવતીકાલે મુખ્યમંત્રી સુરતમાં : શહેર-જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

સ્થાનિક
Spread the love

સુરત, 25 ડિસેમ્બર : દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવ અને આસ્થા સાથે સન્માન થાય એ હેતુથી રાજ્ય સરકારે 26થી 30 ડિસેમ્બર દરમિયાન “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન કર્યું છે. જે સંદર્ભે 26મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્ય કક્ષાનો ‘નદી મહોત્સવ’ યોજાશે. જે સંદર્ભે મુખ્યમંત્રી સવારે 8:30 વાગ્યે સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીના પાવન તટે સૂર્યપુત્રી તાપીનું પૂજનઅર્ચન કરી 26ડિસે.થી30 ડિસે. દરમિયાન યોજાનાર ‘નદી ઉત્સવ’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
આ ઉપરાંત, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજયના આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર કોલેજ, ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત’ સાયક્લોથોનને સવારે 7 : 30કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે. સાયક્લોથોનમાં અંદાજિત સાત હજારથી વધુ સાયક્લીસ્ટોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રસંગે નદીનું મહાત્મ્ય દર્શાવતી વિડીયોફિલ્મનું નિદર્શન, શ્રમદાન, નદીઓને પ્રદૂષિત ન થાય એવી ભાવના સાથે સામુદાયિક સંકલ્પ લેવામાં આવશે.
રાજ્યસરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ગુડ ગવર્નન્સ’ હેઠળ ‘શહેરી વિકાસ દિવસ’ અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના કુલ 217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ 3-4-5) અંતર્ગત EWS-II ટાઈપના કુલ 4888 આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા અંદાજીત 64.66 કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો-દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. તદુપરાંત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજીત 133.22 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડીબ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન અને વરસાદી ગટરલાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા સુરત શહેરી વિકાસ સત્તામંડના EWS-II કક્ષાના 812 આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો અને નગરપાલિકા વિસ્તાર, સુરત જિલ્લાના અંદાજિત 19.37 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્તની તકતીઓની ઓનલાઈન અનાવરણ વિધિ યોજાશે. મુખ્યમંત્રી બપોરે 12 કલાકે વક્તાણા ખાતે એલ.એન્ડ ટી. લિ., નેશનલ હાઈસ્પીડ રેલ, સી-4 પ્રોજેક્ટ સેક્શન, NR 3, ભાટિયા ટોલ પ્લાઝા, એન.એચ.53, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મુલાકાત લેશે.
આ વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠામંત્રી ઋષિકેશપટેલ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશપટેલ, સાંસદ સી.આર.પાટીલ તથા સાંસદ પ્રભુ વસાવા તેમજ ધારાસભ્યો, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *