સુરત, 25 ડિસેમ્બર : ઓમીક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે સુરત શહેર-જિલ્લામાં ફરીથી એક વાર કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 20 અને જિલ્લામાં 9 કોરોના ગ્રસ્ત મળીને કુલ 29 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે. શહેરમાં નોંધાયેલા નવા 20 દર્દીઓ સાથે અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા 1,12,045 પર પહોંચી છે.,જયારે, જિલ્લામાં નવા નોંધાયેલા 9 દર્દીઓ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંક 32,240 પર પહોંચ્યો છે.
સુરત શહેરના કુલ 1,12,045 અને જિલ્લાના કુલ 32,245 દર્દીઓ મળીને સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,44,285 પર પહોંચ્યો છે.સદ્ભાગ્યે છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું ન હોઈને મૃતકોનો કુલ આંકડો 2118 યથાવત રહેવા પામ્યો છે. જેમાં, સુરત શહેરના કુલ 1630 અને જિલ્લાના કુલ 488 મૃતકોનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 9 અને જિલ્લામાં 1 મળીને કુલ 9 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,42,044 પર પહોંચ્યો છે.જેમાં જિલ્લાના ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ 31,738 દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ સુરત શહેર-જિલ્લામાં કુલ 124 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.શહેર-જિલ્લામાં દિન પ્રતિ દિન વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને લઈને હવે તંત્ર પણ દોડતું થયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત