કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે સુરત ભાજપ જિલ્લા પ્રમુખ થયા કોરોનાગ્રસ્ત

સ્થાનિક
Spread the love

સુરત, 26 ડિસેમ્બર : સમગ્ર દેશ દુનિયામાં કોરોનાએ ફરીથી તેનો કાળો કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન વિષે વિવિધ તજજ્ઞો પ્રતિ દિન અલગ અલગ આગાહી કરી રહ્યા છે અને ભારતમાં ત્રીજી લહેર આવશે તેવું જણાવી દેવામાં આવ્યું છે.ત્યારે, ગુજરાતમાં પણ કોરોનએ ફરીથી માથું ઊંચક્યું છે.કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપ દેસાઈ પણ હવે કોરોના ગ્રસ્ત થયા છે.આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે.જોકે, ગત રોજ તેઓએ માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી અને સ્થાનિક ધારાસભ્ય ઝંખના પટેલ સાથે સમગ્ર દિવસ સાથે રહીને અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.હવે, ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ આજે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સીએમ સાથે નજરે પડ્યા હતા.ત્યારે,ભાજપાના ધારાસભ્યો સહિત દરેક માટે હવે આ ચિંતાનો વિષય બન્યો છે.
રાજ્યમાં ગત દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી.તેવા સમયે સમગ્ર જિલ્લામાં ચૂંટણી દરમિયાન સતત કામગીરી કરતા રહેલા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપ દેસાઈ કોરોનાની ઝપેટમાં આવતા તેની સાથે રહેતા લોકો પણ હવે ચિંતામાં મુકાયા છે. બીજી તરફ રવિવારે મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડલાઇનનો સંપૂર્ણ છેદ ઉડી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.રવિવારે સાયક્લોથોનમાં સાઇકલ સવારોના ચહેરા પર માસ્ક જોવા મળતા ન હતા તો બીજી તરફ નેતાઓને ડર ન હોય તેમ તેઓ પણ માસ્ક વગર જોવા મળી રહ્યા હતા.હજુ શનિવારે જ પ્રધાનમંત્રીએ કોરોનાની ગાઇડલાઇનનું સૌને પાલન કરવા અપીલ કરી હતી પરંતુ, તેની અપીલની કોઈ અસર રવિવારના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જોવા મળતી ન હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *