સુરત, 27 ડિસેમ્બર : દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 26 થી 30 ડિસેમ્બર સુધી હાથ ધરાયેલ “નદી ઉત્સવ” અંતર્ગત પ્રકૃતિની અમૂલ્ય અને અતુલ્ય ભેટનું પુનઃગૌરવભેર સન્માન કરવા માટે નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના આજે બીજા દિવસે સુરત સિંચાઈ વર્તુળ કચેરી દ્વારા SVNIT થી વાય જંકશન સુધી મેરેથોન દોડ યોજાઈ હતી.મેરેથોન દોડ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ ઉપસ્થિત રહીને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. મેરેથોન દોડમાં 450 જેટલા દોડવીરો જોડાયા હતા. પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સુરત સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર જે.સી.ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તથા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત