સુરત : દેવાણી પરિવારે પુત્રના લગ્નપ્રસંગે વીર શહીદ જવાનોના પરિવાર માટે 1 લાખનું દાન આપ્યું

સ્થાનિક
Spread the love

સુરત, 28 ડિસેમ્બર : સુરતના દેવાણી પરિવારે પુત્રના લગ્નપ્રસંગે દેશની સુરક્ષા માટે જીવનું બલિદાન આપનાર વીર શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવાં માટે જય જવાન નાગરિક સમિતિ, સુરતને 1 લાખનું દાન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. હીરા ઉદ્યોગના અગ્રણી ભનુ દેવાણીએ તેના દીકરા ચિ.અભિષેકના લગ્નપ્રસંગે વીર શહીદ જવાનોના પરિવાર માટે રૂપિયા એક લાખ અને પટેલ સમાજની હોસ્ટેલ પ્રોજેક્ટ માટે 1 લાખ દાન આપી રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

         મૂળ સૌરાષ્ટ્રના આંબરડી ગામના વતની અને સુરતમાં સ્થાયી થયેલાં ભનુ બાવચંદદેવાણી અને ભાવનાબેનના પુત્ર ચિ.અભિષેકના લગ્ન 26મી ડિસેમ્બરના રોજ ભાવનાબેન અને અશોક હરિ કસવાળાની પુત્રી ધાર્મિકા સાથે યોજાયા હતા. લગ્ન વિધિ શરૂ કરતા પહેલા રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રીય ચેતના માટે પણ નમ્ર પ્રયાસ કર્યો હતો. તેમણે આ પ્રસંગે શહીદો માટે 1 લાખના દાન ઉપરાંત શિક્ષણના હેતુ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતને 1 લાખનું દાન પણ અર્પણ કર્યું હતું. લગ્ન જેવા પારિવારિક પ્રસંગને ગૌરવવંતો અને સામાજિક તથા રાષ્ટ્રભાવના પ્રગટ કરતો બનાવવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો પ્રયાસ અને શુભભાવના અન્ય સમાજ અને જાગૃત્ત નાગરિકો માટે પ્રેરણાદાયી બન્યાં છે.આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળા, લાલજી સોજીત્રા, પુનિત કુંભાણી તથા કાંતિ સોજીત્રા સહિત જાનૈયા તથા માંડવીયા ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *