સુરત, 28 ડિસેમ્બર : દેશ-દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીએ ફરીથી તેનો વિકરાળ પંજો ફેલાવવાનું કરી દીધું છે. ગુજરાતમાં પણ હવે કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 394 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં,સૌથી વધુ અમદાવાદમાં 182 કેસ નોંધાયા છે.જયારે રાજકોટમાં 37 કેસ, વડોદરામાં 35 કેસ, આણંદમાં 12 કેસ, નવસારી અને ગાંધીનગરમાં 10 કેસ, જામનગર, ખેડા અને વલસાડમાં 7-7 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકા ,જૂનાગઢ,મહીસાગર,મોરબી ,ભાવનગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, અમરેલી,બનાસકાંઠા, ગીર સોમનાથ,પંચમહાલ,પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.જોકે, સુરત શહેર-જિલ્લાના આંકડામાં આજે મોટી વિસંવાદિતતા જોવા મળી હતી. શહેર-જિલ્લાના સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ સુરત શહેરમાં 52 કોરોના પોઝિટિવ નોંધાયા છે તેમજ જિલ્લામાં એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો નથી.જયારે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓની યાદી મુજબ સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 52 જયારે જિલ્લામાં 9 મળીને કુલ 61 દર્દીઓ નોંધાયા છે.
સ્થાનિક યાદી મુજબ સુરત શહેરમાં 52 દર્દીઓ સાથે અત્યાર સુધીમાં દર્દીઓનો કુલ આંક 1,12,139 જયારે જિલ્લામાં એક પણ દર્દી પોઝિટિવ ન હોઈને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 32,241નો આંક યથાવત રહેવા પામ્યો છે.જયારે, શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 1,44,,380 પર પહોંચ્યો છે.શહેર-જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયુ ન હોઈને મૃતકોનો કુલ આંકડો 2118 યથાવત રહેવા પામ્યો છે. જેમાં, સુરત શહેરના કુલ 1360 જયારે જિલ્લાનાં કુલ 488 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સ્વસ્થ થયેલા 8 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,42,070 પર પહોંચ્યો છે. જેમાં, સુરત જિલ્લાના કુલ 31,738 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.
સુરત શહેરમાં જે 52 દર્દીઓ નોંધાયા છે. તેમાં, ઝોન વાઈઝ દ્રષ્ટિપાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 1, વરાછા એ ઝોનમાં 1, વરાછા બી ઝોનમાં 4, રાંદેર ઝોનમાં 6, કતારગામ ઝોનમાં 3, લીંબાયત ઝોનમાં 2, ઉધના ઝોનમાં 1 જયારે શહેરમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 34 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. શહેરમાં અઠવા ઝોન હવે હોટ સ્પોટ બન્યું છે અને દિન પ્રતિ દિન આ ઝોનમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.શહેર-જિલ્લામાં હાલ 192 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
શહેરમાં 144ની કલમ લાગુ કરાઈ
શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની વધી રહેલી સંખ્યાની વચ્ચે હવે શહેરમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે અને આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.4 લોકોના ભેગા થવા પર તેમજ સભા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.11 જાન્યુઆરી-2022 સુધી જાહેરનામાંનો અમલ કરાશે.જાહેરનામાંના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.કોરોનાના વધતા કેસ અને થર્ટી ફસ્ટને લઈને પણ પોલીસ પણ હવે સખતાઈથી પગલાં ભરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત