સુરતમાં 5 ઓમીક્રોન ગ્રસ્ત : શહેર-જિલ્લામાં 80 કોરોના સંક્રમિત

સ્થાનિક
Spread the love

સુરત, 29 ડિસેમ્બર : સમગ્ર દેશ -દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન એ હવે માઝા મૂકી છે.ભારતમાં દિન પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ ઓમીક્રોનના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 584 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.જયારે છેલ્લા 24 કલાકમાં ઓમીક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 પર પહોંચી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમીક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 97 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 278 નોંધાઈ છે.સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોનાએ ફરીથી તેનો વિકરાળ પંજો કસ્યો છે.ત્યારે , છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 72 અને જિલ્લામાં 8 દર્દીઓ સાથે કુલ 80 કોરોના ગ્રસ્ત થયા છે. શહેરમાં નવા 72 દર્દીઓ સાથે અત્યાર સુધીનો કુલ આંક 1,12,211 જયારે જિલ્લામાં નવા નોંધાયેલા 8 દર્દીઓ સાથે કુલ આંક 32,249 પર પહોંચ્યો છે. આ નવા નોંધાયેલા દર્દીઓ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,44,460 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 5 ઓમીક્રોનના કેસ નોંધાયા છે.શહેરમાં ઓમીક્રોન ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 8 પર પહોંચી છે.

સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું ન હોઈને મૃતકોનો કુલ આંકડો 2118 યથાવત રહેવા પામ્યો છે. જેમાં, સુરત શહેરના કુલ 1630 અને જિલ્લાના કુલ 488 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 10 અને જિલ્લામાં 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોનાથી મુક્ત થઈને ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા 1,42,082 પર પહોંચ્યો છે. જેમાં, સુરત જિલ્લાના કુલ 31,740 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેર-જિલ્લામાં હાલ 260 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં જે 5 ઓમીક્રોનના દર્દીઓ નોંધાયા છે.તેમાં રાંદેર ઝોનના 3 પૈકી 2 પુરુષ અને 1 સ્ત્રીનો સમાવેશ થાય છે.જયારે, અઠવા ઝોનમાં જે 2 ઓમીક્રોન ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે તે બન્ને પુરુષ છે.તંત્ર માટે રાહતની વાત એ છે કે સુરત શહેરમાં નોંધાયેલા તમામ 8 ઓમીક્રોન ગ્રસ્ત પૈકી એક પણ હોસ્પિટલમાં નથી.જોકે, તેઓની સારવાર ચાલી રહી છે.અને તંત્ર દ્વારા તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *