સુરત, 29 ડિસેમ્બર : ગુજરાતના બિન અનામતવર્ગ આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ સુરત જિલ્લાના 1159 લાભાર્થીઓને12.13 કરોડની વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કર્યું હતું. સુરત જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભ સંપુર્ણ પારદર્શિતાથી પહોંચતા કરે છે. જરૂરિયાતમંદોને વિવિધ યોજનાકીય માહિતી પૂરી પાડવા સાથે યોજનાકીય આર્થિક લાભ મેળવી તેમના સુદ્રઢ જીવનવ્યાપનની અસરકારક વ્યવસ્થા સરકાર પુરી પાડી રહી છે.ઉચ્ચશિક્ષણ અને વિદેશ અભ્યાસ અર્થે તેમજ કોમર્શિયલ પાયલોટ માટે પણ સરકાર ઓછા વ્યાજની લોન આપી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં અનોખી કામગીરી કરી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની તૈયારી માટે પણ સરકાર તાલીમ સહિત આર્થિક સહાય પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરે છે, જેનો લાભ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ મેળવી રહ્યાં છે.
'આઝાદી કા અમૃત મોહત્સવ' કાર્યક્રમ અને 'સુશાસન સપ્તાહ ઉજવણી' અંતર્ગત અનુસુચિત જાતિ કલ્યાણ, ગુજરાત સફાઈ કામદાર વિભાગ, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ સહિતના વિભાગોના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનુસુચિત જાતિ કલ્યાણના વિભાગના 16 લાભાર્થીઓને રૂ.24.5લાખ, વિકસતિ જાતિ કલ્યાણ વિભાગના 42 લાભાર્થીઓને રૂ.75.85 લાખ, સમાજ સુરક્ષા વિભાગના 32 લાભાર્થીઓને રૂ. 6.2 લાખ અને આદિજાતિ વિકાસ વિભાગના 1159 લાભાર્થીઓને રૂ.11.07 મળી કુલ રૂ.12.13 કરોડની સહાયનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ,સુરતના નાયબ નિયામક એમ.એન.ગામીત, વિકસતી જાતિ કલ્યાણ કચેરી, સુરતના નાયબ નિયામક આર.ડી.બલદાણીયા, આદિજાતિ વિકાસ અધિકારી ડી.જે. લાડ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત