સુરત, 30 ડિસેમ્બર : જરૂરિયાતમંદ આદિવાસી ગ્રામજનોને અસહ્ય ઠંડીથી રક્ષણ મળે એ હેતુથી અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટના કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડાના હસ્તે ઉમરપાડા તાલુકામાં બાળકો અને ગ્રામજનોને સ્વેટર વિતરિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉકાઈ નવનિર્માણ સમિતિની 7 શાળાઓના 1,232 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને તેમજ સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના જમાપુર, વાજરડા, ધાસિયા, મેડા, સિસોર ગામોના કોટવાળીયા સમુદાયના 1,013 લોકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉકાઈ નવનિર્માણ સમિતિના પ્રમુખ ઈલાબેન અને અદાણી ફાઉન્ડેશનના અભિષેકભાઈ ઉપસ્થિત રહયાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત