સુરત, 30 ડિસેમ્બર : સાંસદ પ્રભુ વસાવાએ બારડોલી તાલુકાના ભામૈયા ગામે આવેલા આયુર્વેદ દવાખાનાની જાત મુલાકાત કરી હતી, તેમણે ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદિક દવા ઉત્પાદન, નિઃશુલ્ક ઔષધ વિતરણ અને દર્દીઓની સારવાર નિહાળી હતી. આ ઉપરાંત તબીબી અધિકારી ડો.પિયૂષ પટેલ તેમજ કર્મચારીઓ પાસેથી સુવિદ્યાઓ અંગે જાણકારી મેળવી હતી.
તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આયુર્વેદિક સારવાર કરતાં તબીબ સહિત સ્ટાફ દ્વારા ઉપયોગી વનસ્પતિઓમાંથી જાતે ઔષધ તૈયાર કરી દર્દીઓને આપવામાં આવે છે.તેમજ આયુર્વેદનો પણ મહતમ પ્રચાર કરવામાં આવે છે. લોકડાઉનના સમયગાળામાં પણ ઉકાળા વિતરણ સાથે 38 હજાર જેટલા દર્દીઓને સંતોષકારક સારવાર આ દવાખાના દ્વારા પ્રાપ્ત થઇ હતી. તેઓએ અહી ઉપસ્થિત દર્દીઓ સાથે અપાતી ઔષધિ અને સારવાર વિશે સંવાદ કર્યો હતો.તેમજ દવાખાનાની સેવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.ઉપરાંત અહી ઉત્પાદિત પંચગુણ માલિશ તેલ અને પારિજાત ઘનવટીની કાર્યપદ્ધતિનું નિરિક્ષણ કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત