સુરત, 30 ડિસેમ્બર : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સો દિવસમાં સો કાર્યો પૂર્ણ કરવાના રોડમેપ હેઠળ રોજગારને પ્રાથમિકતા અપાઈ છે.સુરત ખાતેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ યુવાઓને રોજગાર નિમણુંકપત્રો, એન્ટરપ્રાઈઝ કરાર પત્રો અને ઇ-શ્રમ કાર્ડ વિતરણ કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રોજગાર કચેરી દ્વારા રાજ્યના લાખો બેરોજગારોને રોજગારી મળી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ કરી નવા નવા ઉદ્યોગોને રાજ્યમાં સ્થપાય અને તે દ્વારા રોજગારી ઉભી કરી રહી છે.આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને ઉધના વિસ્તારના ધારાસભ્ય વિવેક પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, વી.એન.એસ.જી.યુ. ના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, ધારાસભ્ય મોહન ઢોડીયા, વિજય પટેલ, અભિષેક સંખેડા, સુનીલ ગામીત, અરવિંદભાઈ રાણા, રોજગાર કચેરીના નાયબ નિયામક દક્ષા જોષી, ડેપ્યુટી કલેકટર શિવાંગીબેન, અન્ય અગ્રણીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત