સુરત, 30 ડિસેમ્બર : આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ ની વિશેષ ઉપસ્થિતિમાં અને મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ ભાવિન ટોપીવાલા ના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોના 350થી વધુ યુવાનોને વિસ્તારક યોજના અન્વયે પ્રારંભાયેલ #BJYMYuvaMitra અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી માં પંડિત દિન દયાલ ભવન ભાજપ કાર્યાલય ખાતે જોડવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરત મહાનગર ભાજપના મહામંત્રી મુકેશ દલાલ, મહાનગર યુવા મોરચાના પ્રભારી મુકેશ રાઠવા, યુવા મોરચાના મહામંત્રી પાર્થમાધાણી, વિવેક પટેલ, મહાનગરના હોદેદારો, પ્રદેશ યુવા મોરચામાં વિવિધ જવાબદારી સાંભળતા કાર્યકર્તાઓ, મહાનગરના કારોબારી સભ્યો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જયારે, બીજા કાર્યક્રમમાં 155 ઓલપાડ વિધાનસભા માં “યુવા જોડો અભિયાન” અંતર્ગત આદરણીય ગુજરાત સરકાર માં રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશ પટેલની હાજરીમાં સુરત મહાનગર યુવા મોરચાના મંત્રી સંજય રાઘવાણી દ્વારા 500થી 700 કાર્યકરોને પણ જોડ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત