સુરત, 2 જાન્યુઆરી : અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ” હિંદુ ધર્મ સેના ” નો પદ નિયુક્તિ સમારોહ -2022 રવિવારે સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં અખિલ ભારતીય સંત સમિતિ અને હિંદુ ધર્મ સેનાના ગુજરાતના અધ્યક્ષ શાસ્ત્રી નૌતમપ્રકાશ દાસ, સરંક્ષક માધવપ્રિય દાસ, લક્ષ્મણ જ્યોતિ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સંગઠનના પરામર્શક અરવિંદ બ્રહ્મભટ્ટ, લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સેનામાં જોડાયેલા તેમજ જોડાવા ઇચ્છતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.પદ નિયુક્તિ સમારોહ પૂર્વે લક્ષ્મી નારાયણ ફાર્મમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ શણગારાયેલા બળદગાડા,ખુલ્લી જીપ,અન્ય વાહનો અને બાઈક રેલીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે સંતોએ પદ નિયુક્તિ સમારોહ સ્થળ પર પ્રસ્થાન કર્યું હતું.રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
રવિવારે આયોજિત પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય સંત સમિતિ અને હિંદુ ધર્મ સેનાના ગુજરાતના અધ્યક્ષ શાસ્ત્રી નૌતમપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં છે ત્યારથી અપૌરુશેય સનાતન ધર્મ અસ્તિત્વમાં છે.હિંદુ પાંચ તત્વોનો ઉપાસક છે.નવી યુવા પેઢી સનાતન હિંદુ ધર્મના સંસ્કારોથી અવગત થાય અને માં ગંગા, ગૌ માતાની રક્ષા સાથે રાષ્ટ્ર રક્ષા થાય તે હેતુથી સંતોના માર્ગદર્શન તળે સમગ્ર દેશમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ” હિંદુ ધર્મ સેના ” ની સ્થાપના થઇ રહી છે.આ સેના હિંદુ ધર્મના અન્ય સંગઠનો અને સમિતિની માતૃ સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સાથે મળીને હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય કરશે.સમર્ગ દેશમાં સંતો દ્વારા હિંદુ જન જાગરણનું કાર્ય ચાલી રહ્યું છે. આવતી કાલે ઉત્તર પ્રદેશના 13 સ્થાનો પર સંત સમ્મેલન આયોજિત કરવામાં આવ્યા છે.ધર્મની રક્ષા થશે તો અને તોજ આપણી રક્ષા થવાની છે.શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ” યતો ધર્મસ્તતો જય..” જાય ધર્મ છે ત્યાં વિજય છે.આપણે સૌ મહાન સનાતન સંસ્કૃતિના સંવાહકો છીએ.” હિંદુ ધર્મ સેના ” ગૌ, ગંગા, સાધુ, સંતો, મંદિરોની રક્ષા માટે કાર્ય કરશે અને આ સનાતન ધર્મના સંરક્ષણ માટે કટિબદ્ધ છે.અખિલ ભારતીય સંત સમિતિ સાથે દેશના 130 સંપ્રદાયના સંતો જોડાયેલા છે. માં ભારતીને પુન: વૈભવના શિખર પર બિરાજમાન કરવા માટે સંતોના માર્ગદર્શન તળે ” હિંદુ ધર્મ સેના ” કાર્ય કરશે.સુરતની ભૂમિ પરથી આ સંગઠન હિંદુ ધર્મની અસ્મિતાને ઉજાગર કરશે.હું સમગ્ર રાજ્ય અને દેશના આપણા હિંદુ યુવાનોને આ સંગઠનમાં જોડાઈને રાષ્ટ્ર રક્ષા માટે કટિબદ્ધ થવા આહવાન કરું છું.

પત્રકાર પરિષદ બાદ આયોજિત ” હિંદુ ધર્મ સેના ” ના પદ નિયુક્તિ સમારોહ -2022માં સુરત મહાનગરના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળા, કાર્યકારી અધ્યક્ષ પાર્થ માધાણી, બીજા કાર્યકારી અધ્યક્ષ સંજયકુમાર યાદવ અને અન્ય 50 યુવાનોને પદ નિયુક્તિનો પત્ર સંતોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના અંતે મહાનગરના પ્રમુખ પ્રવીણ ભાલાળા સૌનો આભાર માન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત