સુરત : જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે ‘ સેવા સેતુ ‘ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 1 જાન્યુઆરી : રાજય સરકારની અનેકવિધ લોકહિતલક્ષી યોજનાઓના લાભો ઘરઆંગણે પહોંચાડવાના આશયથી સુરત શહેરના જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીની લડતમાં યોગદાન આપનારા દેશના વીરોની સ્મૃત્તિમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોના પ્રશ્નોનો ન્યાયિક, ચોક્કસ અને ઝડપથી ઉકેલ આવે તે માટે એક જ છત્ર નીચે અનેકવિધ સેવાઓના લાભ આપવા સેવાસેતુનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માધ્યમથી કરોડો નાગરિકોને સરકારની યોજનાઓના લાભો મળ્યા છે, અને તેમના ઝડપી અને સરળતાથી કામો થયા છે. સમય અને નાણાની બચત સાથે ઉત્તમ સુશાસન સાથે આ સરકાર કાર્ય કરી રહી હોવાનું તેમણે જણાવ્યુ; હતું.
આ અવસરે મેયર હેમાલી બોધાવાલા, શાસકપક્ષના નેતા વિનોદ પટેલ, મહાનગરપાલિકાની સમિતિઓના ચેરમેન, કોર્પોરેટરો,ડે.કમિશનર ઉપાધ્યાય તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી સરકારી સેવાઓના લાભો મેળવ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *